/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/02164313/maxresdefault-18.jpg)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોરોનાના દર્દીઓ માટે વિનામૂલ્યે સેવા આપતા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ કેર સેન્ટરમાં 35 બેડ અને ઓક્સિજન સહિત આઇએસોલેશન વોર્ડની પણ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે.
કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં દર્દીઓ માટે બેડ, ઑક્સીજન અને ઈંજેક્સનની અછત સર્જાઈ છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોરોનાના દર્દીઓ માટે વિશેષ સેવા ઊભી કરવામાં આવી છે. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા 35 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોવિડ કેર સેન્ટરમાં 8 જેટલા બેડ ઓક્સિજન સાથે અને 27 બેડને આઇએસોલેશન સુવિધા સજ્જ કરવામાં આવ્યા છે. તો સાથે જ આ હોસ્પિટલમાં ભોજન સહિતની તમામ સુવિધાઓ દર્દીઓને આપવામાં આવશે. આ પ્રસંગે પૂ. ઉષામૈયા અને હોસ્પિટલના તબીબો સહિત તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.