અમરેલી : ધારગણી ગામમાં સિંહ ઘુસ્યો, જુઓ પછી શું થયું આ વીડીયોમાં

New Update
અમરેલી : ધારગણી ગામમાં સિંહ ઘુસ્યો, જુઓ પછી શું થયું આ વીડીયોમાં

સિંહને જોઇને ગાયોના ટોળાએ મુકી દોટ

અમરેલી

જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં સિંહોનો વસવાટ જોવા મળી રહયો છે ત્યારે ધારી

તાલુકાના ધારગણીમાં સિંહે ગામમાં ઘુસી પશુનું મારણ કર્યું હતું. ગામમાં સિંહ આવી

જતાં ગાયોના ધણે દોટ મુકી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાઇરલ થઇ રહયો છે. 

ગીર પંથકના

ધારીના ધારગણીમાં તા.28 નવેમ્બરની

રાત્રીના 2.48 કલાકે

ડાલામથ્થા સિંહે ધારગણીની બજારમાં દોટ મૂકીને શિકાર કર્યો હતો રાત્રીના 2.48 કલાકે સિંહ ગામમાં ઘૂસતા જ ગાયોએ દોટ

લગાવી હતી. એક શ્વાન  પણ સિંહ ને

જોઈને ભાગી ગયો હતો. સિંહે ધારગણી ગામમાં ઘૂસીને ગાયનો શિકાર કર્યો હતો. આખી ઘટના એક દુકાનમાં

લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. હાલમાં આ વીડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ

થઇ રહયો છે.

Latest Stories