અમરેલી : કોરોના મહામારી વચ્ચે પણ ખોખરા ગામનું દંપતી કરે છે નિરાધારોની સેવા, જુઓ કેવું કરે છે દિનમાં કાર્ય..!

New Update
અમરેલી : કોરોના મહામારી વચ્ચે પણ ખોખરા ગામનું દંપતી કરે છે નિરાધારોની સેવા, જુઓ કેવું કરે છે દિનમાં કાર્ય..!

કહેવાય છે કે, ભૂખ્યાને ભોજન અને નિરાધારની સેવા પરમાત્માને પણ પ્રિય છે. કઈંક આ પ્રકારની જ સેવામાં સહભાગી થયું છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખોખરા ગામનું દંપતી. આ દંપતીએ મનોરોગીને સાચવવાની ભેખ પણ ધરી છે. તો સાથે જ ભૂખ્યાઓને નિ:શુલ્ક ભોજન પહોંચાડવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.

કોરોના કાળના આ કપરા સમયમાં જ્યાં જુઓ ત્યાં માત્ર બીમારીનો ત્રાહિમામ છે. ગરીબો નિઃસહાય છે અને તંત્ર પણ લાચાર છે. તેવામાં એક દંપતી સેવાનો ભેખ ધરી રહ્યું છે. શિવધારા ચેરીટેબલ ટ્રસ્ટ માનવ મંદિરના ભોળાગીરી બાપુના ધર્મપત્ની જયશ્રીબેન માનવ મંદિરમાં 37 જેટલાં મનોરોગી માટે બપોર અને સાંજનું ભોજન બનાવવાની સાથે સાથે હરતું ફરતું અન્નક્ષેત્ર પણ ચલાવી રહ્યા છે.

ખોખરા ગ્રામજનોના જણાવ્યા અનુસાર, માનવ મંદિરના ભોળાગીરી બાપુની સેવા પ્રભુ સેવા જેવી છે. જે રોડ-રસ્તા પર ભૂખ્યા માણસ અને ભિક્ષુકને જમાડે છે. ભોળાગિરી બાપુ દ્વારા માનસિક નિરાધાર વ્યક્તિની સેવા પણ અપરમપાર છે. વધુમાં આ અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદોને 2 ટાઈમ સમયસર જમવાનું પણ પહોચડવામાં આવી રહ્યું છે. આ દંપતીની સેવા જોઈને હજારો સેવાભાવીઓ પણ આ પ્રકારે ભૂખ્યાને ભોજન આપવાની પ્રેરણા લઇ રહ્યા છે.

Latest Stories