/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/11162040/maxresdefault-131.jpg)
અમરેલી જિલ્લાના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે એક સાચા જન પ્રતિનિધિ તરીકેનો દાખલો બેસાડયો છે. રોહિસા ગામના યુવાનોની માંગણીને ધ્યાને રાખી તેમણે પોતાના ખર્ચથી ગામમાં રમતગમતનું મેદાન બનાવી આપ્યું છે…
અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ને થોડા સમય પહેલા રોહિસા ગામના યુવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે અમારા ગામની વર્ષો જૂની માંગ હતી કે તેમને રમત ગમત માટે સારું એક મેદાન મળી રહે જેથી યુવાનો આ મેદાનમાં ક્રિકેટ,વોલીબોલ, રનિંગ, ફૂટબોલ, ખો-ખો, કબડ્ડી સહિતની રમતો રમી શકે. આ મુદ્દે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ને રોહિસા ગામના યુવાનોએ રજુઆત કરી હતી અને તે રજુઆતને ધ્યાને લઇ યુવા ધારાસભ્ય દ્વારા પોતાના સ્વખર્ચે બનાવી આપવાનું વચન પૂર્ણ કર્યું હતું.
રજૂઆત બાદ ખુદ ધારાસભ્યે આ મેદાન ને તૈયાર કરવાયું તેમજ આ રમતગમત ના મેદાન નું ઉદ્દઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્દઘાટન સ્થળે સત્યનારાયણ ભગવાનની કથા નું પણ સ્થાનિક આગેવાનો અને યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ધારાસભ્ય દ્વારા એક ઓવર ની બેટિંગ પણ કરી યુવાનો નો ઉત્સવ વધાર્યો હતો. આ તકે પ્રદેશ કોંગ્રેસ નાં આગેવાન પ્રવિણભાઈ બારૈયા, સહિતના નેતાઓ ઉપસ્થિત રહયા હતાં.