દિવાળીના તહેવારોની રજામાં અમરેલી જિલ્લાના ધારીના ગળધરા ખોડિયાર મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયુ હતું

દીપાવલીના તહેવારોને લઈને અમરેલી જિલ્લાના ધારીના ગળધરા ખોડિયાર મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયુ છે અને મંદિર નજીક જ ખોડીયાર ડેમનો આહલાદક નજારો પ્રકૃતિ સૌંદર્યથી વધુ નિખરી રહ્યો હોય ત્યારે અમરેલી જિલ્લાના પ્રવાસીઓ સાથે રાજ્યભરના પ્રવાસી પ્રયટકો હાલ ધારીના ખોડિયાર ડેમ નજીક ઉમટી પડયા છે. હાલ દીપાવલીના તહેવારોમાં ધારી ગીરનું ગળધરા ખોડીયાર મંદિર ખાતે હજારો પ્રવસીઓ મુલાકાત લઈ રહ્યા છે અને પોલીસ તંત્ર દ્વારા વહેતા પાણીના પ્રવાહમાં કોઈ પ્રવાસીઓ નાહવા ન જાય તે અંગે તંત્ર દ્વારા પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે