અમરેલી : વાવેરા ગામે 19 જેટલા શંકાસ્પદ વાહનો મળી આવતા પોલીસ ચોંકી, વાહનોનું કટીંગ થતું હોવાના કૌભાંડની આશંકા

New Update
અમરેલી : વાવેરા ગામે 19 જેટલા શંકાસ્પદ વાહનો મળી આવતા પોલીસ ચોંકી, વાહનોનું કટીંગ થતું હોવાના કૌભાંડની આશંકા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક પોલીસે દરોડા પાડી શંકાસ્પદ વાહનોનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં વાહનોનું કટીંગ થતું હોવાના કૌભાંડની પોલીસને શંકા જતાં રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક આવેલા એક રહેણાંક વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 7 જેટલી કાર, ટ્રેક્ટર, મોટરસાઇકલ સહિત કુલ 19 જેટલા વાહનો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

રાજુલા પોલીસને સ્થળ પરથી વાહનોને કટિંગ કરવા માટે ગેસ સિલિન્ડર અને ગેસ કટર પણ મળી આવ્યું હતું. પોલીસે 19 જેટલા શંકાસ્પદ વાહનો મળી કુલ 14,85,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે બળજબરી પૂર્વક વાહનો પડાવી લીધા હોય અથવા તો વાહનોનું કટીંગ કરવામાં આવતું હોવાના કૌભાંડની પોલીસને શંકા જતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories