અમરેલી : ખાંભા પંથકમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ, ખેડુતોના લલાટે ચિંતાની લકીરો

New Update
અમરેલી : ખાંભા પંથકમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ, ખેડુતોના લલાટે ચિંતાની લકીરો

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ વરસાદે તારાજી સર્જી છે ત્યારે ખાંભા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પાછોતરા વરસાદથી ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે.

અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી છે ત્યારે ખાંભા તાલુકામાં 22744 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે તાતણીયા, પીપળવા સહિત ગામોમાં અચાનક વરસાદ પડવાથી મગફળીના પાકને નુકશાન થતાં ખેડુતો પાયમાલ થઇ ગયાં છે. તાતણીયા સહિત ગામ્ય વિસ્તારમાં 2 ઇંચ જેવો વરસાદ ખાબકતા ખેડૂતોએ મગફળી કાઢીને પાથરા કરી રાખ્યા હતાં પણ અચાનક વરસેલા વરસાદથી ખેડૂતો પોતાના જીવ જેમ ઉછરેલા પાકને બચાવી શકયા ન હતાં.

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ 200 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે ખેડૂતોને અવિરત વરસાદથી કપાસ , મગફરી સહિતના પાકમાં પુષ્કળ નુકશાન થયું અને ખાંભા પંથકમાં સતત બે થી ત્રણ માસ વરસાદ વરસ્યો છે અને ખેડૂતના વાડી - ખેતર પાણીમાં ગરકાવ થયા છે અને મગફળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને બચેલો મગફળીનો પાક વાડી -ખેતર વચ્ચે પડ્યો હતો અને ત્યારે ગઈ કાલે વરસાદ પડવાથી મગફરીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું અને જગતનો તાત પરેશાન બન્યો હતો.

Latest Stories