દેશભરમાં કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે, ત્યારે અમરેલી જિલ્લો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. અહી રોજના 100થી વધુ પોઝિટિવ કેસ આવતા આગામી 7 દિવસ સુધી વેપારી મહામંડળ દ્વારા સ્વંયભુ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
અમરેલીમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વેપારી મહામંડળ અને શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા સોમવારથી આગામી 7 દિવસ સુધી સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમરેલી શહેરના તમામ વેપારીઓ અને દુકાનદારોને પોતાના રોજગાર ધંધા બંધ રાખી સ્વયંભુ લોકડાઉનને સમર્થન આપવા જણાવાયું છે. તો લોકોએ પણ કોરોના સામેની લડાઈમાં વેપારી મહામંડળને સહયોગ આપ્યો છે. સ્વયંભુ લોકડાઉનના પ્રથમ દિવસે જ લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જોવા મળ્યા હતા, ત્યારે 7 દિવસનું સ્વયંભુ લોકડાઉન રાખી તંત્ર સાથે ખંભેથી ખંભો મેળવીને અમરેલીવાસીઓ સહયોગ આપી રહ્યા છે.