આણંદના કલેક્ટર તરીકેના કાર્યભાર સંભાળતા આર.જી. ગોહિલ

આણંદના કલેક્ટર તરીકેના કાર્યભાર સંભાળતા આર.જી. ગોહિલ
New Update

આણંદ જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત થયેલ આર.જી.

ગોહિલે આજે તા. ૧૭-૧૨-૨૦૧૯ના રોજ આણંદના કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.

આર.જી.ગોહિલ સને ૨૦૦૭માં આઇ.એ.એસ.માં નોમીનેટ થયા

હતા. તેઓ મૂળ ભાવનગરના વતની છે. તેઓએ બી.કોમ.નો અભ્યાસ કર્યા બાદ વર્ષ ૧૯૯૦માં

સુરેન્દ્રનગર ખાતે નાયબ  કલેક્ટર તરીકે સરકારી

સેવામાં જોડાયા હતા. ત્યારબાદ શ્રી ગોહિલ વિવિધ જગ્યાએ ફરજો બજાવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગોહિલ અગાઉ આણંદ ખાતે વર્ષ ૨૦૧૧માં આણંદના નિવાસી નાયબ કલેક્ટર તરીકે ફરજો

બજાવી ચૂકયા છે. આણંદ ખાતેથી તેઓ ગાંધીનગર ખાતે અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં બદલી

થઇને ગયા હતા ત્યારબાદ પુન: આણંદ ખાતે નિવાસી નાયબ કલેકટર તરીકે નિમણૂંક પામીને

ફેબ્રુઆરી-૨૦૧૫ સુધી ફરજો બજાવી હતી.

ગોહિલ આણંદ ખાતે નિવાસી નાયબ કલેકટર પદેથી મહીસાગરના

જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક પામીને ગયા હતા. જ્યાંથી તેઓ છેલ્લે નવસારી

ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજો બજાવતા હતા. આમ આણંદના જિલ્લા કલેક્ટર તરીકે

નિમણૂંક પામનાર ગોહિલ અગાઉ આણંદ ખાતે ફરજો બજાવી ચૂક્યા હોઇ તેમના અનુભવોનો લાભ

આણંદ જિલ્લાના નાગરિકોને પ્રાપ્ત થશે.

#Gujarat #Connect Gujarat #Anand #Gujarat Police #anand collector
Here are a few more articles:
Read the Next Article