/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/18122916/maxresdefault-193.jpg)
આણંદ જીલ્લામાં તહેવારોના સમયમાં ફુલોની ખેતી કરતા ખેડૂતો માટે સારા દિવસો આવ્યા છે. મંદીના માહોલ વચ્ચે હજારી ગોટાની ખેતી કરતા ખેડૂતોને ગત વર્ષ કરતા આ વર્ષે બમણો ભાવ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના વૈશ્વિક મહામારીના કારણે અલગ-અલગ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકોને માઠી અસર થવા પામી છે. તેવામાં ફૂલોની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ દિવાળીના સમયમાં ફૂલોની ખેતીમાં સારી ઉપજ મળશે તેવી આશા રાખી હતી, ત્યારે અંગ્રેજી લેમન એટલે કે, હજારી ગોટાની ખેતી કરતા ખેડૂતોએ પોતાની ફૂલોની ખેતીમાં સારા પરિણામો પણ મેળવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્ય મંદિરો પણ બંધ હતા, ત્યારે હવે તહેવારને લઈને મંદિરો પુનઃ ખૂલવાના કારણે પણ ફૂલોની માંગ વધી છે. ઉપરાંત અગાઉ વરસેલા માવઠાના કારણે પણ કેટલાક ખેડૂતો ભારે ચિંતામાં હતા, ત્યારે ખેડૂતોએ ફૂલોના પાકની ખેતીને સફળ બનાવી તેમને સારા દીવસો જોવા મળ્યા છે. તો સાથે જ ખેડૂતોને સારી આવક થતાં ખેડૂત આલમમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે.