ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી વિદેશી દારૂ સાથે મહિલા સહિત ઇસમને LCB પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન પોલીસને બાતમી મળતા હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી નસરીન મિરઝા ભાડેથી રહે છે, જેઓ અને કુખ્યાત બુટલેગર શાહરુખ નજીર અહેમદ પઠાણ ભેગા મળી વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને પાઉચ અને વિદેશી દારૂની 130 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે કુલ કિંમત 13 હજાર રૂપિયાના મુદ્દામાલ સહિત મહિલા તેમજ કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
