ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ભરૂચ હાઇવે ઉપર આવેલ મોતાલી ગામના પાટિયા સ્થિત સહયોગ હોટલના પાર્કિંગમાં ટ્રકની કેબીન પર સુઈ ગયેલ ક્લીનર નીચે પટકાતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, બોટાદના સૌગુણનગર વિસ્તારના વણકરવાસમાં રહેતા ગિરીશ હરજીભાઈ પરમાર ટ્રક નં. GJ-18-Z- 9901માં ક્લીનર તરીકે નોકરી કરે છે. જેઓ અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં હાઇવે ઉપર આવેલ મોતાલી પાટિયા સ્થિત સહયોગ હોટલના પાર્કિંગના કમ્પાઉન્ડમાં ટ્રક ચાલકે ટ્રક પાર્ક કરી. તે દરમ્યાન ટ્રકની કેબીન ઉપર સુઈ ગયા હતા. જોકે, ઊંઘમાં તેઓ કેબીન પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર : ટ્રકની કેબીન પર સુઈ ગયેલ ક્લીનર ઊંઘમાં નીચે પટકાતાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી…
ઊંઘમાં તેઓ કેબીન પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું
