ભરૂચમાં આવેલી છે પાસપોર્ટ ઓફીસ

પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકી ભર્યો મેલ મળતા દોડધામ

અરજદારો કર્મચારીઓને બહાર કઢાયા

પોલીસ દ્વારા કડક ચેકીંગ કરાયુ

ગુજરાતભરની પાસપોર્ટ કચેરીઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇમેલ મળતા તંત્ર દોડતું થયું હતું. ભરૂચમાં પણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ કચેરી ખાતે પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.

ગુજરાતની વિવિધ પાસપોર્ટ કચેરીઓ સાથે ભરૂચ જિલ્લાની કલેક્ટર કચેરી અને કોર્ટ કચેરીને અગાઉ મળેલી ધમકી બાદ હવે ભરૂચની પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ મળ્યો હતો.ધમકીની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ હાજર અરજદારોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.સ્થળ પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ધમકીભર્યો ઇમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો તેની દિશામાં સાયબર ક્રાઈમ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.