અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આંબોલી ગામેથી રીક્ષા નંબર-જી.જે.16.એ.ટી. 2616માં દેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ શહેરમાં આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે સર્વોદય ચોકડી નજીક વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળી રીક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 30 બમફરમાં ભરેલ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 1200નો દેશી દારૂ અને રીક્ષા મળી કુલ 41 હજારથી વધુના મુદ્દામાલ સાથે જિન ફળિયામાં રહેતો રીક્ષા ચાલક સચિનકુમાર ચંપક વસાવાને ઝડપી પાડ્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170