અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં સ્વર સમ્રાટ મોહમ્મદ રફીની 46મી પુણ્યતિથિ નિમિત્તે “તુમ મુઝે યુ ભૂલના પાઓગે” શીર્ષક હેઠળ સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સોસાયટી (AIDS)ના સહઆયોજન હેઠળ શનિવારે સાંજે જી.આઈ.ડી.સી. સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં સ્વર સમ્રાટ મોહમ્મદ રફીની 46મી પુણ્યતિથિ નિમિત્તે “તુમ મુઝે યુ ભૂલના પાઓગે” શીર્ષક હેઠળ સદાબહાર ગીતોનો  સંગીત કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમમાં જાણીતા ગાયક  પિનાકીન શાહએ મોહમ્મદ રફીના લોકપ્રિય અને સદાબહાર ગીતોની એકથી એક સુંદર રજૂઆત કરી હતી. તેમની મધુર ગાયકીથી ઉપસ્થિત સંગીતપ્રેમીઓ ભાવવિભોર બની ગયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતરસિકો ઉપસ્થિત રહ્યા હતા.