-
અંકલેશ્વરનો ચકચારી બનાવ
-
ગ્રામ્ય વિસ્તારમાં બન્યો બનાવ
-
પાડોશીએ કર્યા અડપલા
-
10 વર્ષની બાળકી સાથે કર્યા અડપલા
અંકલેશ્વર: ગ્રામ્ય વિસ્તારમાં નરાધમ પાડોશીએ 10 વર્ષીય બાળકીને શારીરિક અડપલા કર્યા, પોલીસે કરી ધરપકડ
પાડોશમાં રહેતા નરાધમ રમેશ તિવારીએ બાળકીને ડબ્બો પાડવાના બહાને અલમારી ઉપર ચઢાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા ભરૂચ | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વરના એક ગામમાં 10 વર્ષીય સગીરા જોડે પાડોશી દ્વારા શારીરિક અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.આ મામલામાં ગ્રામ્ય પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે.
અંકલેશ્વર જીઆઇડીસીને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 10 વર્ષીય સગીરા તેના ભાઈ બહેન સાથે રમી રહી હતી તે દરમિયાન પાડોશીના ઘરમાં ગઈ હતી. પાડોશમાં રહેતા નરાધમ રમેશ તિવારીએ બાળકીને ડબ્બો પાડવાના બહાને અલમારી ઓર ચઢાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જેના પગલે બાળકી નરાધમને ધક્કો મારી ઘરની બહાર જતી રહી હતી.
બાળકીએ આ અંગે પરિવારજનોને વાકેફ કરતા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપી રમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
