અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 48 પર તાપી હોટલ નજીકથી પસાર થતા ટેમ્પાચાલક સામે બાઈક ચાલક આવી ગયો હતો.બાઈક ચાલકને બચાવવા જતા ટેમ્પો માર્ગની બાજુમાં ઉતરી ગયો હતો અને પલટી મારી ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ અન્ય વાહન ચાલકો દોડી આવ્યા હતા અને ટેમ્પા ચાલકને અંદરથી બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ટેમ્પાચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.
અંકલેશ્વર: નેશનલ હાઇવે પર બાઈક ચાલકને બચાવવા જતા ટેમ્પો પલટી મારી ગયો, ચાલકને સામાન્ય ઇજા
બાઈક ચાલકને બચાવવા જતા ટેમ્પો માર્ગની બાજુમાં ઉતરી ગયો હતો અને પલટી મારી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પાચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ભરૂચ | ગુજરાત |
