કેન્દ્ર સરકારે અમલમમાં મુકેલાં કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે દીલ્હી સરહદ પર આંદોલન કરી રહેલાં ખેડુતોના સમર્થનમાં સોમવારે અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભુખ હડતાળ કરી હતી.
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ખાતે આવેલ ઓફિસ પર ભૂખ હડતાળ પર બેસી દિલ્હી ખાતે ખેડૂતોએ આપેલ ભૂખ હડતાળને સમર્થન આપ્યું હતું. દેશમાં કૃષિ બિલને લઈ મોટુ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજરોજ ભારતભરમાં કૃષિ બિલને લઇને વિવિધ સંસ્થાઓ દ્વારા અને પક્ષો દ્વારા પ્રદર્શનમાં ભાગ લેનાર ખેડૂતોના સમર્થનમાં ભુખ હડતાલની કાર્યક્રમ આપવામાં આવ્યું હતું.
દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના સીએમ કેજરીવાલે પણ ખેડૂતોને સમર્થન આપતા ભૂખ હડતાલ પર ઉતરતા ગુજરાતના વિવિધ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂતો ના સમર્થનમાં ભૂખ હડતાલ પર બેસી ગયા છે. રાજપીપલા ચોકડી નજીકના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં પણ આમ આદમી ઓફિસ પર કાર્યકર્તાઓએ ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ પર બેસી સરકાર ના કૃષિબિલ નો વિરોધ નોંધાવી ખેડૂતો ના સમર્થનમાં ભૂખ હડતાળ પર બેસી સરકાર ની નીતિ નો વિરોધ કર્યો હતો.