અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અને મોપેડ વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિ તેમજ મોપેડ સવાર એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્મતમાં કુલ ત્રણ લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઓવરબ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની વધુ વિગતો સામે આવવાની બાકી છે.
અંકલેશ્વર: પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત, 3 લોકોને ઈજા
