અંકલેશ્વરમાં : ત્રણ રસ્તા સર્કલ નજીક બાઇક મૂકી ભાગતા શંકાસ્પદ ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

અંકલેશ્વરમાં : ત્રણ રસ્તા સર્કલ નજીક બાઇક મૂકી ભાગતા શંકાસ્પદ ઈસમને પોલીસે ઝડપી પાડ્યો
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં શહેર પોલીસે ત્રણ રસ્તા સર્કલ નજીકથી બાઇક મૂકી ભાગેલ શંકાસ્પદ ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઇસમનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

publive-image

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ ત્રણ રસ્તા સર્કલ નજીક વાહન ચેકિંગમાં હતો, તે દરમ્યાન બાઇક લઈને આવતા એક ઇસમને પોલીસે અટકાવ્યો હતો. જોકે પોલીસે તેની પાસે વાહનના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે તેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. હાલ તો આ ઈસમ બાઈક ચોર હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાડ્યું છે. જોકે આ શંકાસ્પદ ઇસમનો સ્થાનિકોએ વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ કર્યો હતો.

#Robbery #Ankleshwar News #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article