અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર કોસમડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર મળી કુલ 1.87 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વોકક્ષ વેગન વેંટો ગાડી નંબર-જી.જે.05.જે.બી.8421માં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઈસમ વાલિયા ચોકડી તરફથી કોસમડી ગામ તરફ આપવા આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 71 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 28 હજારનો દારૂ અને કાર મળી કુલ 1.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુરતના કામરેજના માછીવાડ રહેતો રમેશ છોટું ભરૂચાને ઝડપી પાડ્યો હતો જ્યારે કોસમડી ગામના બુટલેગર વિપુલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
