New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/13173916/maxresdefault-107-65.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદ્રા નજીક આવેલ આદિત્યનગરના એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા ૩ લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ભડકોદ્રા ગામ નજીક આવેલ આદિત્યનગરમાં રહેતા અને ગેરેજ ધરાવતા અલ્કેશ સોલંકી તેમનું મકાન બંધ કરી કોસંબા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. તે દરમ્યાન ગત રાત્રીના સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ મકાનમાં ગેરકાયદેસર રીતે કરી 5 તોલા સોના-ચાંદીના દાગીના તેમજ 1 લાખ રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા ૩ લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories