• અંકલેશ્વરમાં તંત્રની કાર્યવાહી

  • દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાય

  • મુખ્યમાર્ગ પરના દબાણો હટાવાયા

  • પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

  • આવનારા દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે

અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો
અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અડચણ પહોંચતું હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત, ચીફ ઓફિસર કેશવ કલોડીયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે.