અંકલેશ્વરમાં અતિભારે વરસાદ
વરસાદના પગલે તંત્ર એલર્ટ
કાંઠા વિસ્તારના ગામોમાં સાવચેતી
અધિકારીઓએ કર્યું નિરીક્ષણ
લોકોને જરૂરી સૂચના આપી
અંકલેશ્વર તાલુકામાં વરસાદના રેડ એલર્ટના પગલે નર્મદા કાંઠા વિસ્તારના ગામોની મામલતદાર અને તાલુકા પંચાયતના પ્રમુખે મુલાકાત લઇ ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી હતી.સાથે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો
હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામો ને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલાએ ટીમ સાથે નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન ,જુના બોરભાઠા ,જુના ધંતુરીયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને સાવચેત રહેવા તેમજ અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી-નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે, પાણી ભરાયેલા રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરે તેમજ અન્ય જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરી જરૂરી સૂચનો કર્યા હતા.સાથે કેટલાક કાંઠાના ગામો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો
