New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/20143013/maxresdefault-259.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે આવેલી ગ્રીનવેલી સોસાયટીમાં રહેતી 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. યુવતીના આપઘાતનું કારણ શોધવા પોલીસે પરિવારજનોની પુછપરછની કવાયત હાથ ધરી છે
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે આવેલ ગ્રીનવેલી સોસાયટી ના મકાન નં 105માં રહેતી 18 વર્ષીય જાગૃતિ રાઠવાએ ગતરોજ ઘરમાં પંખાની સાથે ફંદો બનાવી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવારને ઘટનાની જાણ થતાં તેને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી પણ તેનો જીવ બચાવી શકાયો ન હતો. જાગૃતિએ કયાં કારણોસર આંત્યિક પગલું ભર્યું તેની વિગતો હજી બહાર આવી શકી નથી. બનાવ સંદર્ભમાં અંકલેશ્વર રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાગૃતિના આપઘાતનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછની કવાયત શરૂ કરવામાં આવી છે.