અંકલેશ્વર : અંદાડા પાટિયા નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇકસવાર યુવાનનું મોત

New Update
અંકલેશ્વર : મામલતદાર કચેરી નજીક અજાણ્યા વાહનની ટક્કરે બુલેટ સવાર યુવાનને ઇજા, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

ભરૂચ જિલ્લાન અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર અંદાડા પાટિયા નજીક ટ્રક ચાલકે બાઇકસવારને અડફેટે લેતા એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના અંદાડા ગામ નજીક આવેલ રણછોડકૃપા સોસાયટીમાં રહેતા વિરેન્દ્રસિંહ પોતાની બાઇક નં. GJ 16 BE 4378 લઈ નેશનલ હાઇવે ઉપર આવેલ અંદાડા પાટિયા નજીક એસ્સાર પેટ્રોલ પંપ સામે ડાયવર્ઝન ઓળંગી રહ્યા હતા, તે દરમ્યાન પુરપાટ ઝડપે ઘસી આવેલ ટ્રક નં. UP 44 AT 4695ના ચાલકે બાઇકસવાર વિરેન્દ્રસિંહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. હાલ અકસ્માત અંગે શહેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories