અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી-ઉમરવાડા માર્ગ ઉપરથી શંકાસ્પદ લોખંડ ભરેલ આઇસર ટેમ્પો મળી રૂ.16.11 લાખના મુદ્દામાલ ઝડપી પાડવાના મામલામાં વધુ એક ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરના આંબોલી-ઉંમરવાડા માર્ગ ઉપરથી લોખંડનો શંકાસ્પદ ભંગાર ભરી આઇસર ટેમ્પો પસાર થનાર છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી મોટી ચેનલો મળી 22774 કિલોગ્રામ વજનનો ભંગાર મળી કુલ 9.11 લાખ અને ટેમ્પો મળી કુલ 16.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ મામલામાં અગાઉ પોલીસે 2 આરોપીઓ સબરે હુસેન મોહમ્મદ કાસીમ શેખ તેમજ જૈનુલ આબદ્દીન ઉર્ફે પપ્પુ નિઝામુદ્દીન ખાનની ધરપકડ કરી હતી ત્યારે વધુ એક ફરાર આરોપી અને ભરૂચ ખાતે રહેતા તેમજ મૂળ રાજસ્થાનના રહેવાસી સુંદરલાલ ક્રિષ્નારામ ગોદારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
