અંકલેશ્વર : યુવા અગ્રણી અનુરાગ પાંડેની પુર્વીય રેલ્વે વિભાગની સમિતિમાં સભ્ય તરીકે નિમણુંક

New Update
અંકલેશ્વર : યુવા અગ્રણી અનુરાગ પાંડેની પુર્વીય રેલ્વે વિભાગની સમિતિમાં સભ્ય તરીકે નિમણુંક

ભારત સરકારે તાજેતરમાં ઉત્તર- પુર્વીય રેલવેની ZRUCC કમિટીની જાહેરાત કરી છે તેમાં મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરમાં સ્થાયી થયેલાં અનુરાગ પાંડેની પણ પસંદગી કરવામાં આવી છે.

રેલવેની સમિતિમાં સ્થાન પામેલાં અનુરાગ પાંડે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના નજીયાપુર ગામના વતની છે અને તેઓ અંકલેશ્વરમાં સ્થાયી થયાં છે. તેઓ બ્રહમ સમાજમાં પણ અગ્રીમ સ્થાન ધરાવે છે. ઉત્તર- પુર્વીય રેલવેનો વ્યાપ ઉત્તરપ્રદેશ અને બિહાર સુધી રહેલો છે. અનુરાગ પાંડેની સાથે અન્ય 15 સભ્યોની પણ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સમિતિમાં 3 ધારાસભ્યો, 10 સાંસદ અને 03 આઇએએસ અધિકારીઓ પણ છે.

સમિતિમાં સ્થાન પામેલાં અનુરાગ પાંડે રાષ્ટ્રીય બ્રાહમણ સંસદના રાષ્ટ્રીય સચિવ, નિર્માણ શકિત સોશિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના અધ્યક્ષ, જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. તાજેતરમાં તેમને નેશનલ આઇકોન એવોર્ડ યુથ ભારતથી પણ સન્માનિત કરાયાં છે. અનુરાગ પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ મુસાફરોની સુવિધાઓમાં વધારો થાય અને સરકારની યોજનાઓનો લાભ મુસાફરો સુધી પહોંચે તે માટે સદાય પ્રયત્નશીલ રહેશે.

ઉત્તર અને પુર્વ રેલવેમાં આવેલાં રેલવે સ્ટેશનોના આધુનિકિકરણ પર ભાર મુકવામાં આવશે. તેમની પસંદગીના પગલે તેમના પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. તેમણે રેલવે મંત્રી પિયુષ ગોયલ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેખા વર્મા સહિત મોવડીમંડળનો આભાર વ્યકત કર્યો છે.

Latest Stories