ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રામાં નોબલ માર્કેટમાં પત્નીનો પીછો કરી પરેશાન કરવાના મામલે 5 આરોપીઓએ મારક હથિયારો સાથે 3 વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જે મામલે પોલીસે 5 આરોપીઓને ધરપકડ કરી જેલભેગા કર્યા છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના કાપોદ્રા રોડ ઉપર રહેતો શખ્સ નોબેલ માર્કેટમાં રહેતી પરિણીતાનો રોજ પીછો કરતો હતો. યુવાન પત્નીને પરેશાન કરતો હોવાની વાતે રીસ રાખી 5 શખ્સો લોખંડના સળિયા અને તલવાર લઈ ધસી આવ્યા હતા. ત્યારબાદ નોબેલ માર્કેટમાં ભંગારના ગોડાઉન બહાર 3 વ્યક્તિ ઉપર હુમલો કરી ઇજા પોહચાડી હતી. જે અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકે આમિર, ઇકબાલ, તાલિબ, અકરમ અને રાસીદ નામના ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. જે બાદ GIDC પોલીસે રાયોટિંગના ગુન્હા હેઠળ પાંચેય આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.