/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/03210643/maxresdefault-36.jpg)
અંકલેશ્વરના જીતાલીમાં સિલ્વર સીટી કોમ્પલેકસમાં બે દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો. એક દુકાનમાં લાગેલાં સીસીટીવીમાં ચાર તસ્કરો દેખાય રહયાં છે. દુકાનદાર જાગી જતાં તસ્કરો ભાગી છુટયાં હતાં.
અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ સિલ્વર સીટી કોમ્પલેકસમાં ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયાં હતાં. ગોપાલ સ્વીટ્સ અને એક જનરલ સ્ટોર ને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે દુકાનદાર ગોવિંદ ચૌધરી જાગી જતાં તેમણે બુમાબુમ કરતાં તસ્કરો ભાગી છુટયાં હતાં. દુકાનોની નજીકમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસવામાં આવતાં તેમાં ચાર તસ્કરો દેખાય રહયાં છે. બનાવ સંદર્ભમાં વેપારી ગોવિંદ ચૌધરીએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી.