અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી
નેશનલ હાઇવે 48 પર કાર્યવાહી
12 ભેંસોને મુક્ત કરાવી
2 આરોપીઓની ધરપકડ
રૂ.8.58 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર અમરતપરા પાટીયા સ્થિત અમરાવતી ખાડીના બ્રિજ પાસેથી આઇસર ટેમ્પોમાંથી 12 પશુઓને મુક્ત કરાવી બે ઇસમોની ધરપકડ કરી કાયદેડરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અમરતપરા પાટીયા-મોતાલી પાટીયા વચ્ચે આવેલ અમરાવતી ખાડી ઉપરના બ્રિજ પાસેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને ગૌરક્ષકોએ બાતમીના આધારે કતલના ઇરાદે ધુલિયા ખાતે લઈ જવાતા ભેંસો ભરેલ આઇસર ટેમ્પોને અટકાવ્યો હતો.પોલીસે ટેમ્પોમાં ખીચોખીચ ભરેલ 12 જેટલી ભેંસોને મુક્ત કરાવી હતી.
પોલીસે 2.40 લાખના પશુ અને 6 લાખનો ટેમ્પો તેમજ બે ફોન મળી કુલ 8.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે સેલંબાના જમાદાર ફળિયામાં રહેતો ટેમ્પો ચાલક અકબર રમજુ મકરાણી અને ક્લીનર સાજીદ વલ્લી પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે ભેંસો ભરી આપનાર લાલુ યુસુફ અન્નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
