New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/17153134/WhatsApp-Image-2021-03-17-at-3.12.34-PM.jpeg)
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના આશય સાથે વોકેશનલ ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મા શકિત ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં મહિલાઓને વિવિધ વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે. ગ્રામ પંચાયત કચેરી ખાતે નિષ્ણાંતો ઉપસ્થિત રહી વેપાર- ધંધા અંગે પણ માર્ગદર્શન આપશે.
મહિલાઓ ગૃહઉદ્યોગ શરૂ કરી આવક મેળવતી થાય તેવો પણ પ્રયાસ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓને બે દિવસ માટે ખાસ તાલીમ પણ આપવામાં આવશે. તાલીમ શિબિરના ઉદઘાટન સમારંભમાં મા શકિત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શકિતબેન, સરકારના પ્રતિનિધિ તરીકે ભરત પટેલ સહિત મનીષા પટેલ, રેવાબેન પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. મહેમાનોએ તાલીમાર્થી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
Latest Stories