-
અંકલેશ્વરમાં ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન
-
બિહારના સ્થાપના દિવસની કરાઈ ઉજવણી
-
બિહારના મંત્રી જીવેશ મિશ્રા રહ્યા ઉપસ્થિત
-
રાજ્યકક્ષાના પ્રધાન પ્રફુલ પાનસેરીયા રહ્યા ઉપસ્થિત
-
સ્નેહમિલન અને રંગારંગ કાર્યક્રમ યોજાયા
અંકલેશ્વર: BJPના અન્ય ભાષાભાષી સેલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો,બિહાર સ્થાપના દિવસની ઉજવણી !
ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર |
અંકલેશ્વરમાં બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલ દ્વારા અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયા, બિહારના કેબિનેટ મંત્રી જીવેશ મિશ્રા, બિહારના રાજ્ય સભાના સાંસદ શંભુશરણ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ,રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભાષાભાષી સેલના અધ્યક્ષ અશોક ઝા, કન્વીનર અનિલ શુકલા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ વસવાટ કરે છે.ત્યારે તેઓ આ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને ભારતીય જનતા પાર્ટી સરકારના કામો અને યોજનાઓનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
