New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/16134329/city-po-sta.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામના રજપૂત ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામના રજપૂત ફળિયામાં રહેતા ભૂપતસિંહ અમરસિંહ ડોડીયા પોતાના ઘર સામે આવેલ અન્ય મકાન બંધ કરી પરિવાર સાથે નિંદ્રા માળી રહ્યા હતા. તે દરમ્યાન તસ્કરોએ ત્રાટકી મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, ત્યારે રોકડ રકમ રૂપિયા 80 હજાર સહિત ચાંદીના સિક્કા મળી કુલ કિંમત રૂપિયા 82 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે મકાન માલિકના અન્ય સ્વજનો જાગી જતાં તેઓએ 3 તસ્કરોને મકાનમાંથી બાઇક પર ભાગી જતાં જોઈ લીધા હતા. સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસે ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.