લાલગેટ વિસ્તારમાંથી સામે આવી હત્યાની ઘટના
પાલિયા ગ્રાઉન્ડમાં રહેતા પરિવારમાં હતો ઘરકંકાસ
ઘરકંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી નાખી
ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ ફરાર થયો
પોલીસે હત્યારાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ પાલિયા ગ્રાઉન્ડમાં રહેતા શ્રમિક પરિવારમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો હતો. મળતી માહિતી અનુસાર, વારંવાર થતાં ઘરકંકાસના કારણે પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હતી.
માથાના ભાગે લાકડાનો ફટકો મારી પત્નીની હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ લાલગેટ પોલિસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યો હતો, જ્યાં મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે હત્યારા પતિની શોધખોળ સાથે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
