અંકલેશ્વર: ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રતનો પ્રારંભ
ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ
અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. ગૌરીએ દેવી પાર્વતીનું જ નામ છે ત્યારે નાની બાળાઓ ગૌરીમાંનું પૂજન કરીને 5 દિવસ અલૂણાં એટલે કે, મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે.આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે.
મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે. જેમાં તે શિવપાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે. આજથી ગૌરીવ્ર જાપ પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં કુવારીકાઓએ શિવજી અને ગૌરીમાંનુ પૂજન અર્ચન કર્યું હતું. દૂધ જળ બિલીપત્ર અર્પણ કર્યા હતા અને આરાધનામાં લીન બન્યા હતા.
