અંકલેશ્વર તાલુકાના વાલિયા રોડ પર આવેલા ભડકોદ્રા પાટિયા નજીક અજાણ્યા વાહને ગાયને ટક્કર મારી ફરાર થઈ જતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. અકસ્માતમાં ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં ગૌ રક્ષકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ગાયની મદદ માટે કામગીરી હાથ ધરી હતી.

ગૌ રક્ષકોએ તરત જ પશુચિકિત્સકને સ્થળ પર બોલાવી સારવારની તજવીજ કરી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, વાહનચાલક અકસ્માત સર્જ્યા બાદ કોઈ મદદ કર્યા વગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવને લઈને લોકોમાં નારાજગી જોવા મળી હતી અને જવાબદાર વાહનચાલક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.