અંકલેશ્વરમાં અનરાધાર વરસાદ

ભારે વરસાદના પગલે નુકશાન

ખેતરો બેટમાં ફેરવાયા

ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન

વળતરની ખેડૂતોની માંગ

ભરૂચ જિલ્લામાં આકાશમાંથી વરસેલ આફતના પગલે અંકલેશ્વર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા જેમાં ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે

ભરૂચ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અંકલેશ્વર પંથકમાં 200 એકરથી વધુ વિસ્તારમાં ઉભેલો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે.ડ્રોનના આકાશી દૃશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં સુધી ખેતરો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. સતત વરસાદને કારણે કેળ, તુવેર અને લીલા શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતાં બિયારણમાં ફૂગ લાગી ગઈ છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક તરફ પાક બરબાદ થયો છે તો બીજી તરફ પુનઃ વાવણી માટે વધારાનો ખર્ચ પણ ખેડૂતો સામે પડકાર બનીને ઉભો થયો છે.અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવા, યોગ્ય વળતર ચૂકવવા તેમજ પુનઃ વાવણી માટે આર્થિક સહાય આપવા માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો આ નુકસાનમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે.