અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો સહિતના ગંભીર ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો અને ભરૂચ જિલ્લાના વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.વી. શિયાળીયાની ટીમ દ્વારા જિલ્લામાં તથા અન્ય જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી.દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી અનીલ સંજય દાલવી, રહે. હનુમાન નગર, કાલમદરી, તા. નંદગામ, જી. નાશિક, મહારાષ્ટ્ર, હાલમાં નાશિક જિલ્લાના મટાણેનગર ગામે રોહિત પ્રકાશ આહીરના ખેતરમાં મજૂરી કરી ત્યાં જ રહે છે.બાતમીના આધારે એલસીબીની ટીમને તાત્કાલિક મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં તપાસ માટે મોકલવામાં આવી હતી. ટીમે મટાણેનગર ગામેથી આરોપી અનીલભાઈ સંજયભાઈ દાલવીને ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પોકસોના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડ
