ભરૂચના જંબુસર તાલુકાના રામપુર ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ગામના છેવાડે ઘર આંગણે બાંધેલી ગાય પર દીપડાએ હુમલો કરતા ગાયનું મોત નીપજ્યું હતું.પશુપાલક દિલીપસિંહ પ્રતાપસિંહ સોલંકીની ગાય પર રાત્રિના સમયે દીપડાએ હુમલો કર્યો હતો.
દીપડાના હુમલામાં ગાયનું મોત થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ઘટનાની જાણ જંબુસર ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. દીપડાની અવરજવર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.ગામના રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીને પગલે ગ્રામજનોએ વન વિભાગ પાસે દીપડાને ઝડપી લેવા તેમજ લોકો અને પશુધનની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
