અંકલેશ્વર GIDC વિસ્તારમાં કાપોદ્રા પાટીયા નજીક આવેલા ઉમંગ રેસીડન્સીના ફ્લેટ નં. 303માં ચાલતા જુગારધામ પર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી પત્તા વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. PSI આર.કે. ટોરાણી અને તેમની ટીમ અંકલેશ્વર GIDC વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, કાપોદ્રા પાટીયા નજીક ઉમંગ રેસીડન્સીના ત્રીજા માળે આવેલા મકાન નં. 303માં વિશાલભાઈ રાદડીયા બહારથી લોકોને બોલાવી પત્તા વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેમની અંગઝડતી તથા દાવ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ
- વિશાલ અશોકભાઈ રાદડીયા (ઉં.વ. 29),
- બાલુ જયંતીભાઈ કરડ (ઉં.વ. 40)
- વિજય રસીકભાઈ કોટડીયા (ઉં.વ. 40),
- જીગ્નેશ રમેશભાઈ કકડીયા (ઉં.વ. 38)
- કૌશીષ મનસુખભાઈ ઘોડાસરા (ઉં.વ. 31)
