• ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

  • અંકલેશ્વર નજીક હાઇવે પરથી ઝડપાયો દારૂ

  • કારમાં થતી હતી દારૂની હેરાફેરી

  • કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હતો દારૂ

  • રૂ.7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એલસીબીએ મુલદ ટોલ પ્લાઝા પાસેથી ભરૂચના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલ કાર મળી કુલ ૭.૩૨ લાખના મુદ્દામાલ કબજે કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હુન્ડાઈ આઈ-૨૦ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી મુલદ ટોલ પ્લાઝા થઇ ભરૂચ આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૫૨૭ નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે ૧ લાખનો દારૂ અને ફોન તેમજ કાર મળી કુલ ૭.૩૨ લાખના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારના મયુરી ફળિયામાં રહેતો આરીફ એહમદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો.જેની વિદેશી દારૂ અંગે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો રોટરી કલબ પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશા દિવાન,નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશા દિવાન તેમજ તેઓની માતા મહેરુનિશા દિવાન મંગાવેલ હોવા સાથે આ જથ્થો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાં ભરી આપ્યો હતો.
અને બુટલેગર નવાબ દિવાન સ્કોર્પિયો ગાડી લઇ તેના સાથે પાયલોટીંગ કરતા આવ્યો હોવા સાથે તેને મુલદ ટોલ નાકા તરફથી ભરૂચ આવવાનું જણાવ્યું હતું.પોલીસે સગા ભાઈ એવા કુખ્યાત બુટલેગરો સહીત તેઓની માતા તેમજ ઓલપાડના દિવ્યેશ કાલરીયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.