-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ભાજપ દ્વારા આયોજન
-
ભડકોદ્રા ગામે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
-
યુવા ભાજપની ટિફિન બેઠક યોજાઇ
-
ભાજપના આગેવાનો-કાર્યકરો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. વિવિધ પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રચાર-પ્રસારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભડકોદ્રા ગામમાં તાલુકા પંચાયતની 1-2 અને 3 નંબરની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નેતાઓએ કાર્યકરોને ચૂંટણીમાં જીત મેળવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી.
આ તરફ ભડકોદ્રા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યુવાનોને સક્રિય રીતે ચૂંટણી કામગીરીમાં જોડાવા અને પક્ષની નીતિઓને લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડો. ભાવિન સિરોયા, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રભારી યશ ગોયાણી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હેમેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
