અંકલેશ્વર: અંસાર માર્કેટ નજીક આવેલ ભંગારના 3થી વધુ ગોડાઉનમાં આગ,અફરાતફરીનો માહોલ

New Update
અંકલેશ્વર: અંસાર માર્કેટ નજીક આવેલ ભંગારના 3થી વધુ ગોડાઉનમાં આગ,અફરાતફરીનો માહોલ

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા ભંગારના 3થી વધુ ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 8થી વધુ ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પાર કાબુ મેળવ્યો હતો.


ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં છાશવારે આજ્ઞા બનાવો બને છે ત્યારે ફરીએકવાર અંકલેશ્વરમાં આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકપછી એક એમ ત્રણ ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા. જેના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ 8 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પાર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી

Latest Stories