અંકલેશ્વર શહેર પોલીસે બોર ભાઠા બેટ ગામના નર્મદા નદીના કિનારે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બોર ભાઠા બેટ ગામના નર્મદા નદીના કિનારે સ્મશાનની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 17 હજાર રોકડા અને એક મોપેડ તેમજ ચાર ફોન મળી કુલ 77 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગામના વેરાઈ માતાજીના મંદિર ફળિયામાં રહેતો જુગારી વિપુલ પટેલ,અર્જુન વણકર અને ચંદ્રકાન્ત પટેલ સહિત ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
