દક્ષિણ ગુજરાતને મળી નવી સોગાત

સુરત અને ઉદયપુર વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે લીલી ઝંડી આપી

અઠવાડિયામાં 6 દિવસ દોડશે વંદે ભારત

રાજસ્થાની સમાજ અને વેપારીઓમાં ખુશીની લહેર

સુરત અને ઉદયપુર વચ્ચે દક્ષિણ ગુજરાતની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સુરત અને ઉદયપુર વચ્ચે દક્ષિણ ગુજરાતની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. આ સ્વદેશી અને આધુનિક ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

લાંબા સમયથી સુરતના મુસાફરો જે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ, આધુનિક સલામતી અને ઝડપી મુસાફરીના અનુભવથી સજ્જ છે. આ ટ્રેનના પ્રારંભથી બંને ઐતિહાસિક શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે.

આ નવી વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં 6 દિવસ કાર્યરત રહેશે અને એક દિવસ બંધ રહેશે.જેમાં સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડીને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે.જયારે ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે ઉપડીને રાત્રે 11:00  વાગ્યે સુરત પરત ફરશે.