સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની કડક કાર્યવાહી

શહેરની 73 હોટલ-રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા

48 રેસ્ટોરન્ટને કારણદર્શક નોટિસ ફટકારી

135 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો 

સ્થળ પર જ 1.87 લાખથી વધુનો દંડ વસૂલાયો

સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી વિભાગે લાલઆંખ કરી છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરની હોટલો અને રેસ્ટોરન્ટોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે.

સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી વિભાગે લાલઆંખ કરી છે. તપાસ દરમિયાન ટીમ દ્વારા કુલ 73 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન રસોડામાંથી મળી આવેલ અંદાજે 135.300 કિલો જેટલો વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર 48 હોટલ અને રેસ્ટોરન્ટોને તાત્કાલિક અસરથી નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે 33 જેટલી વાનગીઓ અને સામગ્રીના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

સેફ્ટી ગાઇડલાઇન્સનું પાલન ન કરવા બદલ અને અસ્વચ્છતા જાળવવા બદલ તંત્રે સ્થળ પર જ રૂપિયા 1 લાખ 87 હજાર 500 નો દંડ પણ વસૂલ કર્યો છે. ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ ચાલુ રહેશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.