અંકલેશ્વર: ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન સહકાર આપનાર અધિકારીઓનું કરાયુ સન્માન
ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર , અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ અને વિસર્જનની પ્રક્રિયામાં સાથ સહકાર આપનાર તમામ અધિકારીઓ પદાધિકારીઓનું સન્માન કરાયું
અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ અને વિસર્જનની પ્રક્રિયામાં સાથ સહકાર આપનાર તમામ અધિકારીઓ પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવી શકાય તે માટે અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે.ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ વિભાગો અને અન્ય અધિકારીઓએ ગણેશ સમિતિને સાથ સહકાર આપી આયોજનને સરળ બનાવ્યું હતું જે બદલ સમિતિના આગેવાનો દ્વારા તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું સાલ ઓઢાડી અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું.ગણેશ સમિતિ દ્વારા વહીવટી તંત્ર,પોલીસ વિભાગ અને નગર સેવા સદનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને આમંત્રિતો તેમજ ગણેશ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
