અંકલેશ્વર : GIDC વિસ્તારના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર સ્વ. ડી.એ.આનંદપુરાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમનઅર્પણ કરાયા

New Update
અંકલેશ્વર : GIDC વિસ્તારના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર સ્વ. ડી.એ.આનંદપુરાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમનઅર્પણ કરાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર સ્વ. ડી.એ.આનંદપુરાની આજે 17મી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વરની સંસ્કારદીપ શાળા ખાતે આગેવાનોએ તેઓના પૂતળા સમક્ષ ફૂલહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તાર જ્યારે વિકાસની પા પા પગલી માંડી રહ્યો હતો, ત્યારે તેના વિકાસમાં ડાહ્યાભાઈ આનંદપુરાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. હાલમાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારનો વિકાસ તેઓને આભારી છે. તેઓએ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં દીર્ઘ દ્રષ્ટિ રાખી શાળાઓ, હોસ્પિટલ તેમજ ઇમારતોનું નિર્માણ કરાવ્યુ હતું.

તેઓ 100 વર્ષનું આયોજન કરી વિકાસ માટે સતત કાર્યરત રહ્યા હતા. આજે તેઓની 17મી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વરની સંસ્કારદીપ શાળા ખાતે તેઓના પૂતળા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તેઓના પુત્ર હિતેન આનંદપુરા, જી.આઈ.ડી.સી. વિસ્તારના આગેવાનો અને ઉદ્યોગપતિ એન.કે.નાવડીયા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Latest Stories