અંકલેશ્વર જીઆઈડીસીમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ
રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવ
સપ્તાહમાં બીજી વખત ડ્રાઇવ
રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય
પોલીસ બંદોબસ્ત સાથે રખાયો
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને સપ્તાહમાં બીજી વખત રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા.
ત્યારે નોટીફાઇડ એરીયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું હતું.અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા સપ્તાહમાં બીજી વખત અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.આ ઝુંબેશ દરમ્યાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.
આજની ડ્રાઇવ દરમ્યાન કુલ 11 પશુને પકડી તેને ભરૂચ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમ્યાન એક આખલાએ હુમલાનો પ્રયાસ કરતા થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું
